View Hymn (Bhajan)
Hymn No. 1672 | Date: 10-Aug-19961996-08-101996-08-10છે બધું બસમાં મારા રે, તોય મારાથી ના કાંઈ થાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-badhum-basamam-mara-re-toya-marathi-na-kami-thaya-chheછે બધું બસમાં મારા રે, તોય મારાથી ના કાંઈ થાય છે
ગણું એને કમજોરી કે પછી, આ મારા ભાગ્યનો ખેલ છે
કર્મોની છે કૃપા આ કે પછી, બસ મારા ખોટા ખ્યાલ છે
સમજ નથી મારી, કે શું મને ના કાંઈ આમાં સમજાય છે
છે દોષ કોઈ મારો કે પછી, નવી કોઈ ભૂલ મારાથી થાય છે
હોવા છતાં પૂર્ણ શક્તિ મારામાં, મને અશક્તિનો અહેસાસ થાય છે
થાય છે જીવનમાં બધું કેમ ને શું, ના એની જાણ થાય છે
જીવનની બાજી છે હાથમાં મારા, જીતવી કેમ ના એ સમજાય છે
હારજીત છે રાહમાં ઘણી, ગણું કોને હાર કોને જીત, જ્યાં સાચી ના પહેચાન છે
આવીને બેસી ગયો છું પ્રભુ ચરણ પાસેં તારાં, એમાં જ મારો ઉધ્દાર છે
છે બધું બસમાં મારા રે, તોય મારાથી ના કાંઈ થાય છે