View Hymn (Bhajan)
Hymn No. 1547 | Date: 12-Jun-19961996-06-121996-06-12ઇચ્છા પર કાબૂ જ્યાં અમે ના રાખી શક્યા, ત્યાં વર્તનને અમે સુધારી ના શક્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ichchha-para-kabu-jyam-ame-na-rakhi-shakya-tyam-vartanane-ame-sudhariઇચ્છા પર કાબૂ જ્યાં અમે ના રાખી શક્યા, ત્યાં વર્તનને અમે સુધારી ના શક્યા
મુસીબતોની ખાઈ એવી ખોદી કે, ખુદ પડ્યા એમાં ને અન્યને પણ પાડતા રહ્યા
કરી કોશિશ પ્રભુ સુધરવાની, કામિયાબીના દ્વાર સુધી પહોંચી ના શક્યા
કરતા રહ્યા પીછેહઠ અમે તો સદા, કદમ આગળ મૂકી ના શક્યા
બન્યા ભોગ જ્યાં ખુદના કર્તૃત્વનો, ત્યાં ક્ષણ બે ક્ષણ અમે સુધરીને રહ્યા
ભરાયા ઘા જ્યાં અમારા ઝખમના, પાછા હતા એવા ને એવા અમે તો રહ્યા
આપ્યો સાથ અમને જેણે, સાથ એને અમે પૂરો આપી ના શક્યા
રહ્યા મદમસ્ત અમે એવા અમારી મસ્તીમાં, કે ખુદને સુધારવાની જરૂર ના સમજ્યા
ચાર ઇચ્છા પર મૂક્યો કાબૂ પાંચમી ઇચ્છાએ કાબૂ ખોતા રહ્યા
કરીએ કાંઈ ના કરીએ એ પહેલાં નકારાત્મક નિર્ણય અમે આપતા રહ્યા
ઇચ્છા પર કાબૂ જ્યાં અમે ના રાખી શક્યા, ત્યાં વર્તનને અમે સુધારી ના શક્યા