View Hymn (Bhajan)
Hymn No. 1728 | Date: 09-Sep-19961996-09-091996-09-09જાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=janine-shum-karum-hum-ene-re-jivanamam-janine-shum-karumજાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરું
કોઈ કહે કે ના કહે જાણું જો હું વિચાર એના, એ જાણીને જીવનમાં હું શું કરું
જાણવા છે પ્રભુ મને તારા રે વિચાર, અન્યના વિચાર જાણીને હું શું કરું
હોય કેવા બી કોઈના વિચાર, એને જાણીને જીવનમાં હું શું કરું
એવી સિધ્દિઓને જીવનમાં હું શું કરું, જે કરે ના હું જે કહું
જાણવા છે ને અપનાવવા છે તારા વિચાર પ્રભુ મને, અન્ય વિચારોને હું શું કરું
જાણવા છે તારા ભાવ પ્રભુ, અન્યના જાણીને હું શું કરું
ધ્યેય છે પ્રભુ તું રે મારો, તારા વીણ નથી જાણવું મારે બીજું રે કાંઈ
જો જાણી ના શકું તને તો, બીજું જાણું કે ના જાણું મારે શું કામનું
ચાહે આપે કોઈ મને પોતાના દિલમાં સ્થાન, પણ એ સ્થાનનું હું શું કરું
જોઈએ છે મને તારા રે દિલમાં રે સ્થાન, અન્ય જગાનું હું શું કરું
જાણીને શું કરું હું એને રે, જીવનમાં જાણીને શું કરું