View Hymn (Bhajan)
Hymn No. 4837 | Date: 08-Jul-20192019-07-082019-07-08કૃપા કરીને આપ પધાર્યા, આપ પધાર્યા અમ દ્વારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kripa-karine-apa-padharya-apa-padharya-ama-dvaraકૃપા કરીને આપ પધાર્યા, આપ પધાર્યા અમ દ્વાર
હે અવધૂત અલગારી, સત સત તમને પ્રણામ
અંતરશત્રુને ગોતી ગોતીને હણવા, કરી રહ્યા છો તૈયાર
મોહમાયામાં અમે ખૂંપ્યા એવા, ભૂલ્યા મનુષ્ય અવતાર
આતમ ચિંતનની ધૂન જગાવી, દૂર કરવા અંધકાર પધાર્યા અમ દ્વાર
મૂર્ખ-અજ્ઞાની એવા અમે પ્રભુ, વાત તમારી સમજી ના સમજાય
હે અવધૂત જ્ઞાની પધારો અંતર દ્વાર
વિકારના પાસથી છોડાવા, પધાર્યા લઈ સંજીવની આજ
હે અવધૂત અલગારી, સત સત તમને પ્રણામ
છેતરાયા ખુદે જ ખુદને, નથી કોઈનો દોષ જરાય
શિવનામની ધૂણી ધખાવી, ચલમ એની લીધી હાથ રે
શ્વાસે શ્વાસે ફૂંક્તા રે રહેજો, સદા કહ્યું તમે આજ રે
અલખ એવો જાગી રે ઊઠશે, પહોંચી જાશો રે કૈલાશ હે અવધૂત ...
ઘટમાં અમારા વાસ તમારો, પ્રભુ નથી કાંઈ મુજથી રે દૂર
હે અલગારી યોગી, ભલે પધાર્યા રે આજ રે
કૃપા કરી પ્રભુ વિનંતી સ્વીકારો, ઉગારો અમને આજ રે
પ્રભુ વિકારોની અમારા રાખ કરો, ને અલખજી ધૂણ ધખાવો આજ રે
વૈરાગ્યની અમને એવી લગાવો રાખ રે, હે અલગારી યોગી સત સત ...
હે અલગારી યોગી, અલખ જગાવો આજ રે... હે અવધૂત અલગારી
કૃપા કરીને આપ પધાર્યા, આપ પધાર્યા અમ દ્વાર