View Hymn (Bhajan)
Hymn No. 1726 | Date: 09-Sep-19961996-09-091996-09-09લીધું એક કામ હાથમાં, પૂરું થયું ના થયું, ત્યાં બીજું જાગી ગયુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=lidhum-eka-kama-hathamam-purum-thayum-na-thayum-tyam-bijum-jagi-gayumલીધું એક કામ હાથમાં, પૂરું થયું ના થયું, ત્યાં બીજું જાગી ગયું
કરવા પૂરું ચાહ્યું પહેલાં કામને, પણ એ તો અધૂરું ને અધૂરું રહ્યું
નવાંનવાં કામ તો આવતાં ને આવતાં ગયાં, ના કાંઈ એ અટક્યું
ના થયું એ પૂરું ત્યાં બીજું લંગારમાં, એ તો આવતું ને આવતું રહ્યું
નિર્ણય વગર કર્યાં જ્યાં કાર્ય, ત્યાં આખરે પસ્તાવું પડયું
ના આપ્યો ક્રમ જ્યાં કામને, ત્યાં કામ જીવનમાં અધૂરું રહ્યું
ના થઈ શક્યું જ્યાં એ પૂરું, ત્યાં એ નિરાશા જન્માવી ગયું
અટક્યું જ્યાં એમાં એક કામ, ત્યાં બધાં કામને એ અટકાવી ગયું
કામ ને કામ કરતા રહ્યા જીવનભર, મુખ્ય કામ એમાં ભુલાઈ ગયું
પ્રભુ તને પામવું એ હતું મારું મુખ્ય કામ, એ તો ભુલાઈ ગયું
લીધું એક કામ હાથમાં, પૂરું થયું ના થયું, ત્યાં બીજું જાગી ગયું