View Hymn (Bhajan)
Hymn No. 4636 | Date: 02-Jul-20172017-07-022017-07-02માડી મારાં પાપ હરો, તાપ હરો, સઘળા સંતાપ હરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=madi-maram-papa-haro-tapa-haro-saghala-santapa-haroમાડી મારાં પાપ હરો, તાપ હરો, સઘળા સંતાપ હરો
હૃદયમાં વસો હે પ્રેમસ્વરૂપા, પ્રેમે હૃદયમાં વાસ કરો
અવસ્થાથી અમારી છો અવગત, સઘળા કંકાસ હરો
ના સમજાય કાંઈ અમને જીવનમાં, સમજમાં તમારો પ્રકાશ ભરો
હે દિવ્યસ્વરૂપા, હે જગદંબા, હવે તમે સઘળા અંધકાર હરો
પ્રેમે પ્રેમે તમારા તમે અમને પરિપૂર્ણ કરો, માડી મારાં પાપ હરો ...
શ્વાસેશ્વાસમાં અમારા માડી, તમારો રણકાર ભરો, માડી પાપ હરો ...
મધુર સુમધુર પ્રેમે તમારા, જીવન અમારું મંગલમય કરો, માડી ...
મૂકો તમારો હસ્ત મુજ મસ્તકે, હે જગજનની જગદંબા, પૂર્ણતા પ્રદાન કરો
હે મા જગજનની પ્રગટી માડી, પ્રગટ સ્વરૂપે વાસ કરો, માડી મારાં પાપ ...
માડી મારાં પાપ હરો, તાપ હરો, સઘળા સંતાપ હરો