View Hymn (Bhajan)
Hymn No. 1907 | Date: 21-Dec-19961996-12-211996-12-21મળ્યો છે મનુષ્યભવ, એને તું વેડફતો, ના એને તું વેડફતો નાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=malyo-chhe-manushyabhava-ene-tum-vedaphato-na-ene-tum-vedaphato-naમળ્યો છે મનુષ્યભવ, એને તું વેડફતો, ના એને તું વેડફતો ના
સૂર્યના તેજને રાતના અંધકારમાં, શોધવાની ભૂલ તું કરતો ના
સમયસમય પર રહેજે સજાગ, સમયને ખોટો વેડફતો ના
સવારની તાજગી તને સવારના મળશે, રાતના એ કાંઈ મળશે ના
ક્ષણની કિંમત પારખ્યા વગર જીવનની કિંમત તને સમજાશે ના
ક્ષણેક્ષણ નો રાખીશ હિસાબ તું જ્યાં ત્યાં, સમયથી બેખબર રહેશે ના
ક્ષણક્ષણનો કરીશ સદઉપયોગ જીવનમાં તો તારા ધ્યેયથી તું દૂર રહેશે ના
કરીશ તમન્ના જે જીવનમાં, એ પામવાથી તને કોઈ રોકી શકશે ના
પામવું છે શું તને ને શું નહીં નો નિર્ણય લેવા, ખોટી વાર તું લગાડતો ના
ના લઈ શકે નિર્ણય તું જ્યારે જીવનમાં, ત્યારે પ્રભુને યાદ કરવું ભૂલતો ના
મળ્યો છે મનુષ્યભવ, એને તું વેડફતો, ના એને તું વેડફતો ના