View Hymn (Bhajan)
Hymn No. 349 | Date: 09-Sep-19931993-09-091993-09-09મારા હૈયાને પ્રેમના જામથી છલકાવી દે રે પ્રભુ, પ્રીતના જામથી છલકાવી દેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mara-haiyane-premana-jamathi-chhalakavi-de-re-prabhu-pritana-jamathi-chhalakaviમારા હૈયાને પ્રેમના જામથી છલકાવી દે રે પ્રભુ, પ્રીતના જામથી છલકાવી દે
રહે સદાય વહેતું ને વહેતું જીવનમાં રે મારા, મારા હૈયાને રે પ્રભુ ……
પીવડાવી દે ઘૂંટડા પ્રભુ પ્રેમના રે, જામ ના રે એવા
ના ઊતરે જીવનમાંથી રે મારો નશો પ્રેમનો રે, મારા હૈયાને રે પ્રભુ ……
જીવનને મારા તારા પ્રેમનો પયમાનો તું લે
વહેતું ને વહેતું રહે જ્યાં પ્રેમ ને પ્રેમ, મારા હૈયાને રે પ્રભુ ……
પીવડાવી તારા પ્રેમનો રે મય, મને તારામય બનાવી લે,
પીવડાવતો ને પીવડાવતો રે જા, પ્રેમના રે જામ મારા હૈયાને રે પ્રભુ ……
ચાહે કહે કોઈ મને રે શરાબી, તો તું એને રે કહેવા દે
પણ તું મને તારા પ્રેમના જામના ઘૂંટડા પીવા દે, મારા હૈયાને રે પ્રભુ ……
મારા હૈયાને પ્રેમના જામથી છલકાવી દે રે પ્રભુ, પ્રીતના જામથી છલકાવી દે