View Hymn (Bhajan)
Hymn No. 1981 | Date: 03-Feb-19971997-02-031997-02-03નથી અપનાવી શક્યા પ્રભુ અમે તને તો, અન્યને અપનાવવાની વાત ક્યાં કરવીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-apanavi-shakya-prabhu-ame-tane-to-anyane-apanavavani-vata-kyam-karaviનથી અપનાવી શક્યા પ્રભુ અમે તને તો, અન્યને અપનાવવાની વાત ક્યાં કરવી
ઠુકરાવવાની પડી ગઈ છે આદત અમને, દઈએ છીએ અમે તો બધું ઠુકરાવી
આપ્યો જેણે બધું અમને, જેના થકી છીએ અમે, આજ એની કદર ના જાણી
છોટા-મોટા ઉપકાર કરે અમારા પર, એની ગણતરી અમારી પાસે ક્યાંથી મળવાની
જીવીએ છીએ અમે એ નથી કોઈનો ઉપકાર કે નથી કોઈની મહેરબાની
છે અને રહી છે વિચારવાની રીત અમારી, એમાં બદલી નથી આવવાની
અન્યની ભલાઈ ક્યાં કરીએ, જ્યાં ખુદની ભલાઈ હજી નથી સમજાણી
સ્વાર્થમાં ને સ્વાર્થમાં રાચ્યા, પણ સ્વાર્થની રીત હજી સુધી સમજમાં ના આવી
રહ્યા એવી રીતે કે ક્યારે ઊગ્યા ને ક્યારે આથમ્યા, એ વાતના કોઈએ જાણી
વિકારોથી લિપ્ત અમે રહ્યા હરવાતે અધૂરા ને અધૂરા, તોય અધૂરપને ના જાણી
ના કર્યા પ્રયત્ન પૂર્ણતાને પામવાના, ના કદી એવી આશ હૈયે જગાવી
નથી અપનાવી શક્યા પ્રભુ અમે તને તો, અન્યને અપનાવવાની વાત ક્યાં કરવી