View Hymn (Bhajan)
Hymn No. 77 | Date: 01-Sep-19921992-09-011992-09-01પ્રભુ છે મારા હૈયે તો છે ભેળસેળ, કષાયો અને વિકારોનીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-chhe-mara-haiye-to-chhe-bhelasela-kashayo-ane-vikaroniપ્રભુ છે મારા હૈયે તો છે ભેળસેળ, કષાયો અને વિકારોની,
તો કાઢવા પડશે તેને વીણી વીણી ને, એક એક પથ્થર મારા હૃદયમાંથી, લાગશે તો ઘણીવાર, પણ હૈયે ધરી હામ, કાઢવા પડશે બધા દુર્ગુણો મારા
અને એની જગ્યા એ મૂકવા પડશે સદગુણ કેરો હાર,
જે કદીય ન કરમાય, હંમેશા મહેકતો જ રહે,
પ્રભુ છે આ કાર્ય તો મુશ્કેલ મારા માટે, પણ નથી તારા માટે કાંઈ મુશ્કેલ,
મૂકું છું ભરોસો તારા પર પ્રભુ, બનાવજે મારા જીવનને નિર્મળ ને નિર્મળ
પ્રભુ છે મારા હૈયે તો છે ભેળસેળ, કષાયો અને વિકારોની