View Hymn (Bhajan)
Hymn No. 1973 | Date: 03-Feb-19971997-02-031997-02-03શોભતો નથી, શોભતો નથી, પ્રભુ તારા એ બંદાને અભિમાનનો અલંકાર શોભતો નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shobhato-nathi-shobhato-nathi-prabhu-tara-e-bandane-abhimanano-alankaraશોભતો નથી, શોભતો નથી, પ્રભુ તારા એ બંદાને અભિમાનનો અલંકાર શોભતો નથી
પ્રભુ તારા પ્યારનો અલંકાર, એની શોભામાં ચાર ચાંદ લગાડ્યા વિના રહેતો નથી
શોભી રહેલું આ તારું નમણો બદન, અભિમાનના કારણે પ્રભુને આકર્ષી શકતું નથી
ભલે હોય પાસે એની બધું તોય, અભિમાનનાં ઘર કદીયે આબાદ રહ્યાં નથી
પહેર્યા જેણે અભિમાનના અલંકાર, એની લંકાને લૂંટવાથી કોઈ બચાવી શકવાનું નથી
નથી ટક્યા મોટા મોટા રાજવીઓ તો, તારું ગજુ તો હજી એમાં કાંઈ નથી
સમજી-વિચારીને થા તૈયાર તું પછી, પસ્તાવાથી તારું કાંઈ વળવાનું નથી
વધારવી હોય તને તારી શોભા તો પહેરી લે પ્યારના દાગીના, એના વિના તું શોભવાનો નથી
આંતરિક સુંદરતા વધારવા કાજે, પ્યારના દાગીના વિના અન્ય દાગીનાની જરૂર નથી
અનુભવ કરીને જો તું જીવનમાં પહેલાં, કોઈના ના કહેવા પર તારે જવાની જરૂર નથી
શોભતો નથી, શોભતો નથી, પ્રભુ તારા એ બંદાને અભિમાનનો અલંકાર શોભતો નથી