1. Home
  2. Conversations of para
  3. અમે કોઈને ભૂલતા નથી, અમે કોઈને છોડતા નથી

અમે કોઈને ભૂલતા નથી, અમે કોઈને છોડતા નથી

Date: 24-Aug-2014

View Original
Increase Font Decrease Font

અમે કોઈને ભૂલતા નથી, અમે કોઈને છોડતા નથી

સહારો આપીએ છીએ સહુને જગમાં, પાછા અમે હટતા નથી

લઈ જઈશું તમને સાથે ને સાથે, અમારાં વચનોથી અમે હટતા નથી

વસાવો હવે દિલમાં અમને, રહીશું હંમેશાં સાથે ને સાથે

દોર જીવનની સાથે રાખીશ, વૈકુંઠમાં તમને લઈ જઈશ

જગત કલ્યાણ કરાવીશ તમારી પાસે, કૈલાસમાં સ્થાન તમારું કરાવીશ

વૈરાગ્ય દિલથી ઊઠે છે, સંસારમાં રહીને જન્મે છે

વૈરાગ્ય તો એક અવસ્થા છે, તારી જાતને ઓળખવાની પ્રક્રિયા છે

ભાગ ના તું આ સંસારથી, ભાગ ના તું કોઈ મોહથી

એ પથ છે મારો આપેલો તને, સ્વીકાર એને હૃદયથી

એકાંત ચાહે છે તું, એકાંત અંદર મળશે તને, ઓફિસ-ઘર છોડવાથી નહીં મળે તને

એકાંતમાં પણ બધાને સમાવવાના છે, એ લોકોને સ્થાન પર પહોંચાડવાના છે

વિચાર ના કર ખાલી પોતાનો, વિચાર કર સારા જગનો

એક થવું છે તને મારી અંદર, મનડું રડે છે એમાં તારું અંદર

વચન આપ્યું છે મેં તને, એક થઈશું, આ વાત યાદ રાખ અંદર

દોષમાં ના રહે કે તું એવી ભાવનામાં, કરવું છે જે એ જ કરાવીશ તારામાં

સમયથી પર લઈ જઈશ તને, સમયનો કર લિહાજ અત્યારના

અહંકાર ચૂર ચૂર થશે તારો, વિકારો પર કાબૂ આવશે તારો

પ્રક્રિયા એની ચાલુ છે, રોકેટની ઝડપમાં, પણ ધીરજ તું રાખ તારી

આંસુ ના વહાવ આ અવસ્થા પર, છોડ બધું મારા પર

સહજતાથી રહે આ જીવનમાં, ના કર વિચાર કોઈ બંધનના

ઉતાર આ વાતને અંદર તું, રડ ના હવે તું

મારી શક્તિનો ના નાશ કર તું, શિવશક્તિને યાદ કર તું


Next
Next
Feel not guilty for what you have said and what you have done



અમે કોઈને ભૂલતા નથી, અમે કોઈને છોડતા નથી સહારો આપીએ છીએ સહુને જગમાં, પાછા અમે હટતા નથી લઈ જઈશું તમને સાથે ને સાથે, અમારાં વચનોથી અમે હટતા નથી વસાવો હવે દિલમાં અમને, રહીશું હંમેશાં સાથે ને સાથે દોર જીવનની સાથે રાખીશ, વૈકુંઠમાં તમને લઈ જઈશ જગત કલ્યાણ કરાવીશ તમારી પાસે, કૈલાસમાં સ્થાન તમારું કરાવીશ વૈરાગ્ય દિલથી ઊઠે છે, સંસારમાં રહીને જન્મે છે વૈરાગ્ય તો એક અવસ્થા છે, તારી જાતને ઓળખવાની પ્રક્રિયા છે ભાગ ના તું આ સંસારથી, ભાગ ના તું કોઈ મોહથી એ પથ છે મારો આપેલો તને, સ્વીકાર એને હૃદયથી એકાંત ચાહે છે તું, એકાંત અંદર મળશે તને, ઓફિસ-ઘર છોડવાથી નહીં મળે તને એકાંતમાં પણ બધાને સમાવવાના છે, એ લોકોને સ્થાન પર પહોંચાડવાના છે વિચાર ના કર ખાલી પોતાનો, વિચાર કર સારા જગનો એક થવું છે તને મારી અંદર, મનડું રડે છે એમાં તારું અંદર વચન આપ્યું છે મેં તને, એક થઈશું, આ વાત યાદ રાખ અંદર દોષમાં ના રહે કે તું એવી ભાવનામાં, કરવું છે જે એ જ કરાવીશ તારામાં સમયથી પર લઈ જઈશ તને, સમયનો કર લિહાજ અત્યારના અહંકાર ચૂર ચૂર થશે તારો, વિકારો પર કાબૂ આવશે તારો પ્રક્રિયા એની ચાલુ છે, રોકેટની ઝડપમાં, પણ ધીરજ તું રાખ તારી આંસુ ના વહાવ આ અવસ્થા પર, છોડ બધું મારા પર સહજતાથી રહે આ જીવનમાં, ના કર વિચાર કોઈ બંધનના ઉતાર આ વાતને અંદર તું, રડ ના હવે તું મારી શક્તિનો ના નાશ કર તું, શિવશક્તિને યાદ કર તું અમે કોઈને ભૂલતા નથી, અમે કોઈને છોડતા નથી 2014-08-24 /conv_para/?title=ame-koine-bhulata-nathi-ame-koine-chhodata-nathi