View Hymn (Bhajan)
Hymn No. 2324 | Date: 25-Oct-19971997-10-251997-10-25આજ આપે છે જે સુખ, કાલે દુઃખ આપી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=aja-ape-chhe-je-sukha-kale-duhkha-api-jaya-chheઆજ આપે છે જે સુખ, કાલે દુઃખ આપી જાય છે
કહેવું મુશ્કેલ છે કે આ જગમાં, ક્યારે બધુ બદલાય છે
ગુજરેલી પળોના નશામાં, આવવાવાળી પળો ગુજરી જાય છે
પામીએ જે ભાવથી ચેન, એ જ ભાવ ક્યારેક બેચેની આપી જાય છે
દોષ કોને આપવો આમાં, ના એ સમજાય છે
થાય છે આવુ કે મને ક્યારે, એ તો ખબર નહીં, આવુ તો થાય છે
જે દાવ પર મળી હોય જિત એ જ દાવ, હારની મુલાકાત કરાવતો જાય છે
સતત પરિવર્તનશીલ આ યુગમાં, તો બધુ બદલાય છે
ચૂકીએ છીએ જ્યાં લય બધ્ધતા એની સાથે, ત્યાં બધું ચૂકી જવાય છે
ના રંગાઈએ જ્યાં સુધી પરમાર્થના રંગે, ત્યાં સુધી હાલત બૂરી થાય છે
આજ આપે છે જે સુખ, કાલે દુઃખ આપી જાય છે