View Hymn (Bhajan)
Hymn No. 2325 | Date: 25-Oct-19971997-10-251997-10-25ઠોકરો મારતા હતા જીવનભર, એમણે કાંધા પર ઉઠાવ્યો છે મનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thokaro-marata-hata-jivanabhara-emane-kandha-para-uthavyo-chhe-maneઠોકરો મારતા હતા જીવનભર, એમણે કાંધા પર ઉઠાવ્યો છે મને
કાંટા ચૂભાવ્યા છે જીવનભર એમણે, ફૂલ અર્પણ ર્ક્યા છે મને
શું વાત છે કે આજ એમણે, પોતાનો કિંમતી વક્ત આપ્યો છે મને
કર્યું છે તૈયાર સુંદર રીતે, કારણ કે દફનાવવો છે મને
છે આંખમાં આંસુ એમની ગમના કે ખુશીના, દર્દ એનું શતાવી રહ્યું છે મને
છૂટ્યો હોય મારા ત્રાંસમાંથી ક્યારે, એવો નજારો દેખાય છે મને
ના સમજી શક્યો જે હકીકતને, સમજાવ્યો છે મને
શું જલાવશે લોકો કે મે પોતેજ, આગથી જલાવ્યો છે મને
ખરું કહે તો સત્યને એમણે જ, સમજાવ્યો છે મને
ના જાણી શક્યો માયાના ખેલને, એનો જ પસ્તાવો રહ્યો છે મને
ઠોકરો મારતા હતા જીવનભર, એમણે કાંધા પર ઉઠાવ્યો છે મને