View Hymn (Bhajan)
Hymn No. 4868 | Date: 28-Apr-20202020-04-282020-04-28અંતરના એકતારામાં ચાહું નામ તારું રણકે, તું હી તું હી તુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=antarana-ekataramam-chahum-nama-tarum-ranake-tum-hi-tum-hi-tumઅંતરના એકતારામાં ચાહું નામ તારું રણકે, તું હી તું હી તું
શ્વાસોની સરગમમાં ચાહું ગાન તારું રણકે, તું હી તું હી તું
ધડકનમાં તારી નૂપુરનો રાગ ઝણઝણ ઝણકે, તું હી તું હી તું
જીવનના હર આભાસમાં ને જીવનના હર શ્વાસમાં તું મહેકે, તું હી તું હી તું
દર્દભર્યા હર ચિત્કારમાં ને હૃદયના પ્યારમાં રણકે, તું હી તું હી તું
જિહ્વાના હર સ્વાદમાં ને શબ્દોના બોલમાં રણકે, તું હી તું હી તું
હર સ્મરણ ને હર યાદમાં તું બોલે, તું હી તું હી તું
જીવનની હર ઝલકમાં ને પ્યારભર્યા આવાસમાં તું રણકે, તું હીતું હી તું
દિવ્ય તારા ગાનમાં ને અંતરીક્ષના આનંદમાં તું રણકે, તું હી તું હી તું
જીવનમાં ત્યાં મસ્તીના રણકાર ઊઠે ને હર તારમાં બોલે, તું હી તું હી તું
અંતરના એકતારામાં ચાહું નામ તારું રણકે, તું હી તું હી તું