View Hymn (Bhajan)
Hymn No. 1172 | Date: 29-Jan-19951995-01-291995-01-29અન્યના સુખનો કરીશ જ્યાં વિચાર, સુખ તને આપોઆપ મળી જશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=anyana-sukhano-karisha-jyam-vichara-sukha-tane-apoapa-mali-jasheઅન્યના સુખનો કરીશ જ્યાં વિચાર, સુખ તને આપોઆપ મળી જશે
અન્યને ખુશ રાખવાનો કરીશ જ્યાં વિચાર, ખુશ રહેતા આપોઆપ તું શીખી જાશે
શરૂઆત હશે સાચી જ્યાં તારી, મંજિલ આપોઆપ તને મળી રે જાશે
પ્રેમને વસાવીશ જ્યાં હૈયામાં તારા, વેર આપો આપ નિકળી રે જાશે
નાસમજદારી ના કરીશ જ્યાં બંધ દ્વાર, સમજદારીના આપોઆપો ખૂલી જાશે
પ્રભુને ભજવાની કરશે જ્યાં શરૂઆત, સદગુણો આપોઆપ મળી રે જાશે
ભક્તિભાવમાં જ્યાં રહેશે, ત્યાં ત્યાગ આપોઆપ થાતો રે જાશે
ગુરુની કરીશ જ્યાં સેવા, મેવા પરમ સુખના આપોઆપ મળી રે જાશે
જાણીશ જ્યાં ખુદને તું ,ખુદાને આપોઆપ તું જાણી રે જાશે
સત્યનો કરીશ જ્યાં સ્વીકાર, અસત્ય ત્યાં આપોઆપ મટી જાશે
અન્યના સુખનો કરીશ જ્યાં વિચાર, સુખ તને આપોઆપ મળી જશે