View Hymn (Bhajan)
Hymn No. 1171 | Date: 28-Jan-19951995-01-281995-01-28જ્યાં દેહાસક્ત હું થાઊં છું, ત્યાં દર્દનો શિકાર બની જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jyam-dehasakta-hum-thaum-chhum-tyam-dardano-shikara-bani-jaum-chhumજ્યાં દેહાસક્ત હું થાઊં છું, ત્યાં દર્દનો શિકાર બની જાઉં છું
આસક્ત થાઊં છું એવો કે, આત્મશક્તિને ભૂલી જાઉં છું
ક્ષણક્ષણના આનંદમાં, એવો તણાઈ જાઉં છું
કે પરમ આનંદનું ભાન પણ હું તો ભૂલી જાઉં છું
અહંકારના નશામાં હું, જીવનને બરબાદ કરતો જાઉં છું
ઓમકારનો નાદ જીવનમાં હું તો ભૂલી જાઉં છું
મોહમાયા પાછળ આંધળો બની દોડતો જાઉં છું
ખાડાટેકરા સાથે અથડાતો, માર ખાતો હું જાઉં છું
મધુ બિંદુની આશાએ, વિષને પચાવતો જાઉં છું
ભ્રમણામાં ને ભ્રમણામાં, સત્યથી દૂર થઈ જાઉં છું
જ્યાં દેહાસક્ત હું થાઊં છું, ત્યાં દર્દનો શિકાર બની જાઉં છું