View Hymn (Bhajan)
Hymn No. 3203 | Date: 30-Jan-19991999-01-301999-01-30અષાઢની એક એવી રાત હતી અરે હૈયામાં ભરી ભરી તારી યાદ હતીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ashadhani-eka-evi-rata-hati-are-haiyamam-bhari-bhari-tari-yada-hatiઅષાઢની એક એવી રાત હતી અરે હૈયામાં ભરી ભરી તારી યાદ હતી,
અરે આંખો સ્વપ્નની જોતી વાટ હતી, એવી અષાઢની રાત હતી,
પ્યાર ભર્યા સ્વપ્નમાં મૂર્તિ તારી જોઊં એવી મારા દિલની આશ હતી,
અરે ઝાંઝર ઝમકાવતી આંખો નચાવતી આવી આંખો સામે હૈયામાં યાદ રહી જાય એવી …
આંખ જોતી એ સ્વપ્નની રાત હતી એવી એક,
બોલું બોલું પણ તમે ના બોલ્યા એમાં એવી કઈ રીસ હતી,
અરે કેસ હતા છૂટા અને કાજળ ઘેરી તારી આંખ હતી,
માંડુ જ્યાં આંખ સામે આંખ શરમાઈ ગઈ, આખર એ નારીની જાત હતી …
અષાઢની એક એવી રાત હતી અરે હૈયામાં ભરી ભરી તારી યાદ હતી