View Hymn (Bhajan)
Hymn No. 3204 | Date: 30-Jan-19991999-01-301999-01-30જોતાતા રાહ તમારી મલક મલક કરી તમે આવી ગયાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jotata-raha-tamari-malaka-malaka-kari-tame-avi-gayaજોતાતા રાહ તમારી મલક મલક કરી તમે આવી ગયા,
જાણે મહેફીલમાં જાન આવી ગઈ,
કાજળ ઘેરી આંખોથી શર્મીલી અદાથી છોડયા જ્યાં બાણોમાંથી તીર,
એ મારા જખમે દિલની ફરિયાદ હતી કે આપ આવી ગયા …
હોઠો તમારા જાણે ગુલાબની કળી હતી, ગાલો પર ઉષાની લાલી છવાઈ હતી,
તનમન હતા અમારા સૂના જાણે નિઃપ્રાણ થયેલા હતા એ મડદા
તમારી હાજરીએ ચેતના મડદામાં આવી ગઈ આપ આવી ગયા …
મલક મલક તમારું મુખડું માનો જાણે ચંદ્રની જેમ ચળકતું હતું
આપની એક નજરમાં ભાગ્ય અમને અમારું મળી ગયું,
કે આપ હતા દૂર હૈયું ધડકન વિસરી ગયું, આવ્યા જ્યાં પાસે હૈયું ધડકતું થઈ ગયું
ચાંદ સિતારોના સમુહથી ભરેલું તમારું મુખડું મલકતું હતું
વાળ હતા છૂટા છૂટા, હતી તીરછી આંખોથી રહ્યા અમને જોતા
જોયું મુખડું તમારું જાણે વાદળમાંથી દર્શન ચંદ્રના મળી ગયા કે …
જોતાતા રાહ તમારી મલક મલક કરી તમે આવી ગયા