View Hymn (Bhajan)
Hymn No. 2053 | Date: 24-Mar-19971997-03-241997-03-24આવ પ્રભુ આવીને પાસ મારી, તું મારી તડપ વધારી જાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ava-prabhu-avine-pasa-mari-tum-mari-tadapa-vadhari-jaઆવ પ્રભુ આવીને પાસ મારી, તું મારી તડપ વધારી જા
ધીમા પડેલા મારા પગની, ગતિ તું વધારી તો જા
નથી રખડવું ને નથી રઝડવું અધવચ્ચે રાહમાં, એ તું સમજી જા
પ્રભુ હું નથી માગતી કરાર તારી પાસે, મારી બેકરારી વધારી જા
આવવું છે મને પાસે તારી, પ્રભુ મારી રાહ તું ચીંધી જા
પમાવું છે તારે મને એના કાજે, જે જરૂર હોય એ બધું શીખવી જા
મઝધાર ને કશ્તીના સંબંધ, હવે બધા તું તોડી જા
પહોંચવું છે પેલે પાર મને, તું મઝધાર પાર કરાવી જા
હૈયામાં મારા, દિલમાં મારા, તારા પ્યારની અખંડ જ્યોત જલાવી જા
સમાઈ જા તું મારામાં, યા તો પછી આપણી વચ્ચેના સઘળાં ભેદભાવ મિટાવી જા
આવ પ્રભુ આવીને પાસ મારી, તું મારી તડપ વધારી જા