View Hymn (Bhajan)

Hymn No. 2048 | Date: 14-Mar-19971997-03-14ફૂલની જેમ મુખેથી વરસ્યા જ્યાં શબ્દો, તો એ મિલનનું કારણ બની ગયાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=phulani-jema-mukhethi-varasya-jyam-shabdo-to-e-milananum-karana-bani-gayaફૂલની જેમ મુખેથી વરસ્યા જ્યાં શબ્દો, તો એ મિલનનું કારણ બની ગયા

બાણની જેમ છૂટ્યા જ્યાં મુખેથી શબ્દો, તો એ જુદાઈનું કારણ બની ગયા

શબ્દેશબ્દમાં છે કેટલી શક્તિ, એનું પ્રમાણ ખુદ શબ્દ જ આપણને આપતા રહ્યા

ઈર્ષાભર્યા હૈયામાંથી નીકળ્યા જ્યાં શબ્દો, તો એ ઈર્ષા વરસાવતા રહ્યા

ધધકતા લાવાની જેમ નીક્ળ્યા જ્યાં શબ્દો, તો એ વેરનું કારણ બની રે ગયા

અગ્નિ વરસાવતા અંગારાની જેમ નીકળ્યા મુખેથી શબ્દો, તો એ ક્રોધનું કારણ બની ગયા

શબ્દેશબ્દે શબ્દનું કામ શબ્દ કરતું રહ્યું, સહુ કોઈ એની જાળમાં ફસાતા ગયા

ક્યારે દર્દ જગાવી ગયા તો ક્યારે દર્દ મિટાવવાનું કારણ એ બની રે ગયા

સ્નેહીઓ અને વૈરીઓની લંગાર ઊભી કરવામાં, એ સદા કારણ બની ગયા

શબ્દના એ રણકારથી હૈયાની હાલતના ખ્યાલ અપાવતા ગયા

ફૂલની જેમ મુખેથી વરસ્યા જ્યાં શબ્દો, તો એ મિલનનું કારણ બની ગયા

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

phūlanī jēma mukhēthī varasyā jyāṁ śabdō, tō ē milananuṁ kāraṇa banī gayā

bāṇanī jēma chūṭyā jyāṁ mukhēthī śabdō, tō ē judāīnuṁ kāraṇa banī gayā

śabdēśabdamāṁ chē kēṭalī śakti, ēnuṁ pramāṇa khuda śabda ja āpaṇanē āpatā rahyā

īrṣābharyā haiyāmāṁthī nīkalyā jyāṁ śabdō, tō ē īrṣā varasāvatā rahyā

dhadhakatā lāvānī jēma nīklyā jyāṁ śabdō, tō ē vēranuṁ kāraṇa banī rē gayā

agni varasāvatā aṁgārānī jēma nīkalyā mukhēthī śabdō, tō ē krōdhanuṁ kāraṇa banī gayā

śabdēśabdē śabdanuṁ kāma śabda karatuṁ rahyuṁ, sahu kōī ēnī jālamāṁ phasātā gayā

kyārē darda jagāvī gayā tō kyārē darda miṭāvavānuṁ kāraṇa ē banī rē gayā

snēhīō anē vairīōnī laṁgāra ūbhī karavāmāṁ, ē sadā kāraṇa banī gayā

śabdanā ē raṇakārathī haiyānī hālatanā khyāla apāvatā gayā