View Hymn (Bhajan)
Hymn No. 1232 | Date: 24-Apr-19951995-04-241995-04-24આવે છે ક્ષણમાં વિચાર, છે બધુંને બધુંને બધું તો મારાને મારા હાથમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ave-chhe-kshanamam-vichara-chhe-badhunne-badhunne-badhum-to-marane-maraઆવે છે ક્ષણમાં વિચાર, છે બધુંને બધુંને બધું તો મારાને મારા હાથમાં
બીજી ક્ષણે આવે છે વિચાર, નથી કાંઈ તો મારા હાથમાં
બદલાતા વિચાર બદલાઈ જાય છે મારા રે આચાર ને વ્યવહાર
મૂંઝાઈ જાઉં છું હું તો એમાં એવો કે, ના પૂછો તમે મને કેવો
જાગે છે દિલમાં મારા સેંકડો સવાલ, આપે કોણ એના જવાબ
હોય મારા હાથમાં અગર બધું, તો શું છે એ બધું, કોઈ કહે જરા
નથી અગર કાંઈ મારા હાથમાં, તો શું છે એ નથી કોઈ કહે જરા
નથી ને છે ના ચક્કરમાં પડી ગયો છું હું તો રે એવો
ભૂલી ગયો છું એમાં પોતાને જોવોને ઓળખવો રે હું એમાં
કોઈ આપી દે એનો રે જવાબ, શું છે મારા હાથમાં ને શું નથી રે હાથમાં
આવે છે ક્ષણમાં વિચાર, છે બધુંને બધુંને બધું તો મારાને મારા હાથમાં