View Hymn (Bhajan)
Hymn No. 1231 | Date: 17-Apr-19951995-04-171995-04-17ઇચ્છાઓના વનમાં અટવાઈ ગયો છું, ઇચ્છાઓથી અથડાઈ રહ્યો છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhaona-vanamam-atavai-gayo-chhum-ichchhaothi-athadai-rahyo-chhumઇચ્છાઓના વનમાં અટવાઈ ગયો છું, ઇચ્છાઓથી અથડાઈ રહ્યો છું
ખાઈ ખાઈ ઇચ્છાઓનો માર, હું તો પછડાઈ રહ્યો છું
જીવન ને મૃત્યુના સંઘર્ષ વચ્ચે, આવતી ઇચ્છાઓ સાથે લડી રહ્યો છું
જીતને જીતવાને બદલે, હારની સંગ હાથ મિલાવતો રહ્યો છું
ભૂલીને ભાન, જામ ઇચ્છાઓના, હું પીતો ને પીતો રહ્યો છું
ભૂલીને બરબાદીને મારી, આબાદીના સ્વાપ્ન હું સેવી રહ્યો છું
કરું છું કોશિશ બહાર નીકળવાની, તેમ તેમ પડાવમાં હું પડતો રહ્યો છું
ભૂલીને મારું મકસદ, હું મધહોશ બનીને ફરી રહ્યો છું
શોધું છું દરવાજો બહાર નીકળવા કાજે, ના જાણે ક્યાં ભટકી ગયો છું
કોઈ જાણે ના જાણે, પણ આ દ્રશ્ય મારથી સદા છુપાતું રહ્યું છું
ઇચ્છાઓના વનમાં અટવાઈ ગયો છું, ઇચ્છાઓથી અથડાઈ રહ્યો છું