View Hymn (Bhajan)
Hymn No. 233 | Date: 18-Jul-19931993-07-181993-07-18બંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bandhanamam-bandhayeli-chhum-hum-to-prabhu-mane-avavum-chhe-tari-pasaબંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસ,
કેમ કરી આવું હું તો તારી પાસ , છે બંધન તો મારી આસપાસ
ના તોડી શકું એ બંધનને, ના છોડી શકું મારા હાથે,
પ્રભુ કેમ કરીને આવું હું તો તારી પાસે,
છે બંધન તો મારા ને મારા બંધાયેલા,
બાંધી બંધન પોતાને હું તો જકડાઈ ગઈ,
થઈ જાણ એની મને આજે, કેમ કરી આવું તારી પાસે
મોહમાયાના છે બંધન, ના તોડી શકું હું તો પ્રભુ મારા હાથે
વિકારોના બંધનમાં બંધાઈ હું તો ગઈ પ્રભુ, કેમ તારી ….
આવીને બંધન મારા તોડીજા પ્રભુ, યા તો બોલાવી લે તારી પાસે,
મને રહેવું છે હવે તારી સંગાથે
બંધનમાં બંધાયેલી છું હું તો પ્રભુ, મને આવવું છે તારી પાસ