View Hymn (Bhajan)
Hymn No. 234 | Date: 18-Jul-19931993-07-181993-07-18શાંતિ રૂપી પારેવડાને પ્રભુ, મારા શાંતિ રૂપી પારેવડાનેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shanti-rupi-parevadane-prabhu-mara-shanti-rupi-parevadaneશાંતિ રૂપી પારેવડાને પ્રભુ, મારા શાંતિ રૂપી પારેવડાને,
પ્રભુ બચાવજે અશાંતિના બાજથી(2)
મારા પ્રેમી પારેવડાને પ્રભુ, બચાવજે વેરના બાજથી
મારા સંતોષી પારેવડાને પ્રભુ, બચાવજે અસંતોષના બાજથી
મારા શાંત પારેવડાને પ્રભુ, બચાવજે ચિંતાના બાજથી
મારા સુખી પારેવડાને પ્રભુ, બચાવજે દુઃખદર્દના બાજથી
મુક્ત પારેવડાને પ્રભુ, ના બાંધતો માયાના બાજથી
સતકર્મી પારેવડાને પ્રભુ, બચાવજે ખરાબ કર્મના બાજથી
સશક્તિ પારેવડાને પ્રભુ, બચાવજે અશક્તિના બાજથી
દિલના રૂપી પારેવડાને મારા બચાવજે છલકપટના બાજથી
શાંતિ રૂપી પારેવડાને પ્રભુ, મારા શાંતિ રૂપી પારેવડાને