View Hymn (Bhajan)
Hymn No. 1168 | Date: 28-Jan-19951995-01-281995-01-28ભૂલી જાઉં છું જીવનમાં જ્યાં, હું દુઃખી ખૂબ થઈ જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhuli-jaum-chhum-jivanamam-jyam-hum-duhkhi-khuba-thai-jaum-chhumભૂલી જાઉં છું જીવનમાં જ્યાં, હું દુઃખી ખૂબ થઈ જાઉં છું
ભૂલી સત્ય ને અસત્ય પાછળ ફરવામાં, દુઃખી ખૂબ થઈ જાઉં છું
ભૂલી જાઉં છું જ્યાં ધ્યેયને, ત્યાં ભટકી હું અધવચ્ચે જાઉં છું
ક્રોધમાં ને ક્રોધમાં કરવો પ્યાર પોતાને, પણ હું ભૂલી જાઉં છું
ઉમ્મીદને ભૂલીને, જીવનમાં, નાઉમ્મીદ હું બની જાઉં છું
દ્વારે દ્વારે ભટકતો, મંજિલને ભૂલી હું જાઉં છું
સત્યને સમજવા ને જાણવાનું જ્યાં ચૂકી જાઉં છું, દુઃખી ત્યાં ખૂબ થઈ જાઉં છું
ફરિયાદોની ગલીઓમાં ભટકતો, યાદોના ઓટલા પર બેસવાનું, ભૂલી …..
અન્ય ઓળખાણમાં, ઓળખાણ ખૂદની ભૂલી હું જાઉં છું
બેબસી ને લાચારીમાં મારી શક્તિને હું ભૂલી જાઉં છું
ભૂલી જાઉં છું જીવનમાં જ્યાં, હું દુઃખી ખૂબ થઈ જાઉં છું