View Hymn (Bhajan)
Hymn No. 1675 | Date: 11-Aug-19961996-08-111996-08-11ચાહે હરકોઈ સાથ તારો, હરએક દિલમાં તારા પ્રત્યે જાગે ને રહે પ્યારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chahe-harakoi-satha-taro-haraeka-dilamam-tara-pratye-jage-ne-rahe-pyaraચાહે હરકોઈ સાથ તારો, હરએક દિલમાં તારા પ્રત્યે જાગે ને રહે પ્યાર
કર વ્યવહાર તું એવો રે જીવનમાં, જેમાં હોય બસ પ્યાર ને પ્યાર
એ વ્યવહાર સાચો વ્યવહાર છે, ખોટા બીજા હરએક વ્યવહાર એ તું જાણ
ન જગાવ અભાવ તું કોઈ પ્રત્યે, ન જગાવ કોઈ ભાવ, બસ જગાવ ખાલી પ્યાર
નથી ખેંચાવું, નથી તણાવું, તોય આપવું છે ને રહેવું છે સહુની સાથ
કરીને છેતરપિંડી, છેતરી અન્યને લૂંટી, અન્યને નાસમજ તું તને હોશિયાર
આ હોશિયારી તારી તારા કામ નહીં આવે, આપશે તને દુઃખનો ઉપહાર
થાવું હોય સુખી, રહેવું હોય આનંદમાં, તો ના થવા દેજે ખાલી પ્યારનો ભંડાર
ખુદા બી ખુશ થાશે તારા પર જ્યાં જોશે, તારો રે સાચો વ્યવહાર
સોંપી દે બધું તું પ્રભુને, સંભળાશે એ તો બધું, જ્યાં છે એ તારો આધાર
ચાહે હરકોઈ સાથ તારો, હરએક દિલમાં તારા પ્રત્યે જાગે ને રહે પ્યાર