View Hymn (Bhajan)
Hymn No. 1676 | Date: 11-Aug-19961996-08-111996-08-11શીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shikhavum-chhe-prabhu-mane-tari-pase-ghanunghanum-prabhu-tum-mane-badhumશીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડ
ના આવડે કાંઈ ને કરવા જાઉં જ્યાં, ત્યાં ભૂલ પર ભૂલ થાતી રે જાય
સોંપું તને જ્યાં એ કાજ પ્રભુ, બહુ સરળતાથી ને સાચી રીતે પૂર્ણ એ થાય
કરે છે તું કાર્ય કેવી રીતે વગર ભૂલે, પ્રભુ એ તું મને શીખવાડ
રહેવા ચાહું આનંદમાં, પણ ક્ષણ બે ક્ષણથી વધારે ના રહેવાય
રહે છે પ્રભુ તું નિત્ય આનંદમાં, કેવી રીતે એ મને તું શીખવાડ
હાસ્યવિભોર મુખડું ચાહું હું મારું સદા, પણ સંજોગો સાથે એ બદલાય
રાખે છે ને રહે છે પ્રભુ મુખ તું તારું સદા હાસ્યવિભોર એ મને તું શીખવાડ
ના થાકે તું, ના આવે આળસ તને, સતત કરતો રહે તું નવા કાજ
રહું હું સદા પ્રયત્નશીલ પ્રભુ, પ્રયત્ન કરતાં મને તું શીખવાડ
શીખવું છે પ્રભુ મને તારી પાસે ઘણુંઘણું, પ્રભુ તું મને બધું શીખવાડ