View Hymn (Bhajan)
Hymn No. 1945 | Date: 12-Jan-19971997-01-121997-01-12ચાહું છું મુક્તિ પણ બંધનનો ના બંધન હજી છૂટતાં નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chahum-chhum-mukti-pana-bandhanano-na-bandhana-haji-chhutatam-nathiચાહું છું મુક્તિ પણ બંધનનો ના બંધન હજી છૂટતાં નથી
ચાહું છું પ્યારથી રહેવા, પણ વેર સંગ સંબંધ તૂટતાં નથી
વધતાં ને વધતાં રહે છે ઘટતાં નથી, હૈયેથી વેરઝેર ઘટતાં નથી
ના જાણે ક્યાંથી આવે છે મારામાં, પણ મારાથી દૂર એ રહેતાં નથી
બોલાવી લઉં છું હું એમને પાસ, મારા નોતરા વગર એ આવતાં નથી
કરું છું કોશિશ ઘણી ખુદને સંભાળવાની, પણ કદમ હજી સ્થિર થયાં નથી
વાતોમાં આવે છે જે જ્ઞાન, એ વર્તન સુધી પ્રવેશી શકતું નથી
અભેદને ભેદવું છે, પણ હૈયે ભેદભાવ જગાવ્યા વિના રહેતો નથી
કરવું છે ને પામવું છે જે જીવનમાં, એનાથી વિરુધ્દ ચાલ્યા વિના રહેતો નથી
કરું શું આવી હાલતમાં મારી, કે ખુદને લાચારી સિવાય બીજું કાંઈ આપી શકતું નથી
ચાહું છું મુક્તિ પણ બંધનનો ના બંધન હજી છૂટતાં નથી