View Hymn (Bhajan)
Hymn No. 1940 | Date: 11-Jan-19971997-01-111997-01-11ખુદની મુલાકાત ખુદ સાથે નહીં થાય, ત્યાં સુધી બધું બેકાર છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khudani-mulakata-khuda-sathe-nahim-thaya-tyam-sudhi-badhum-bekara-chheખુદની મુલાકાત ખુદ સાથે નહીં થાય, ત્યાં સુધી બધું બેકાર છે
ના આ પાર કે ના પેલે પાર, એના નસીબમાંતો ભારે મઝધાર છે
બદલું પોતાનું નસીબ કે નહીં, એ તો એના પોતાના હાથની વાત છે
તનબદન હોય રૂપસૌંદર્યથી ભર્યું ભર્યું, પણ અંતે તો એ રાખ છે
અભિમાનના ડુંગરા ચઢે ખૂબ ઉપર, આખિર એના કાજે તો ખાઈ છે
ન પામે જ્યાં સુધી વિશુધ્દ જ્ઞાન, ત્યાં સુધી તો રાહમાં અંધકાર છે
સમય વર્તે સજાગ ના રહ્યા, પછીનો પસ્તાવો બધો બેકાર છે
બાજી આવી હાથમાં ત્યારે ખેલી નહીં, પછીની વાત તો ખોટી બડાશ છે
આકર્ષણોના અંજનથી અંજાયા જ્યાં ત્યાં, મુક્તિ નહી બંધનનો હાર છે
જાણીને બધું જગમાં કરશે શું જ્યાં સુધી, નહીં પહેચાને ખુદને ત્યાં બધું બેકાર છે
ખુદની મુલાકાત ખુદ સાથે નહીં થાય, ત્યાં સુધી બધું બેકાર છે