View Hymn (Bhajan)
Hymn No. 1303 | Date: 06-Jul-19951995-07-061995-07-06ચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chaline-tirachhi-chala-prabhu-najuka-amara-dila-para-tira-chalavata-reચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓ
રહીને પોતાના અંદાજમાં, મસ્ત તિરછી અદાઓની પેસગી અમને આપતા રે જાઓ
સમજી લેશું છે એ અદા તમારી, નહીં પૂછીએ અમે તમને, તમે કેમ આવું કરતા રે જાઓ
લૂંટો ચેન ક્યારેક તમે અમારું ક્યારેક દિલને ઘાયલ તમે કરતા રે જાઓ
અહિંસક બનીને પ્રભુ તમે, કેમ હિંસા આવી મોટી કરતા રે જાઓ
પ્રેમને બદલે પ્રેમ આપવાનું ભૂલી, કેમ સતાવવા તમે લાગી જાઓ
માન્યું તમારી એ સતામણી છે પ્રેમથી ભરેલી, તોય અમારાથી એ સહન ના થાય
કર્યું છે સહન ઘણું ઘણું જીવનમાં, કોમળ માર તમારો અમારાથી સહન હવે ના થાય
છોડીને અમને ચકાસવાનું, આપવો પ્રેમ તમે શરૂ કરતા રે જાઓ
બંધ કળીને આપી પ્રેમ તમે, ફૂલ જેમ ખીલવતા રે જાઓ
ચાલીને તિરછી ચાલ પ્રભુ, નાજુક અમારા દિલ પર તીર ચલાવતા રે જાઓ