View Hymn (Bhajan)
Hymn No. 1304 | Date: 06-Jul-19951995-07-061995-07-06તડપે છે, તડપે છે, તડપે છે, હર,એક દિલ પ્યાર કાજે તડપે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tadape-chhe-tadape-chhe-tadape-chhe-haraeka-dila-pyara-kaje-tadape-chheતડપે છે, તડપે છે, તડપે છે, હર,એક દિલ પ્યાર કાજે તડપે છે
તરસે છે, તરસે છે, તરસે છે હર એક દિલ પ્યાર કાજે તરસે છે
વેરની જ્વાળામાં જલતું દિલ પણ, પ્યાર પામવા માટે તરસે છે
હોયે ભલે એ સારું કે હોય ભલે એ ખરાબ, પણ હર એક દીલ તો ….
ઈર્ષા ને ક્રોધની અગ્નિમાં સળગતું દિલ, પણ પ્યાર ચાહે છે, તરસે …
હશે એ નાનું કે હશે એ મોટું, પ્યાર માટે એ સદા ભટકતું રહ્યું છે…
હોય કોઈ ધનવાન કે હોય ગરીબ, દિલ તો બસ એનો પ્યાર ને પ્યાર ચાહે છે
હોય વર્તન એનું યોગ્ય કે અયોગ્ય, ના એ વર્તનને જુએ છે, ચાહે છે
છે પ્યાર તો દિલનો આહાર, ના કોઈ એમાં ઉપવાસી રહેવા માંગે છે
છે એ નિશાની તારા વાસની રે પ્રભુ, જ્યાં હર એક દિલમાં તું વસે છે
તડપે છે, તડપે છે, તડપે છે, હર,એક દિલ પ્યાર કાજે તડપે છે