View Hymn (Bhajan)
Hymn No. 1108 | Date: 28-Dec-19941994-12-281994-12-28ચારે કોરથી વખાણ પોતાના સાંભળવા છે સહુ ને ગમતું ને ગમતુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chare-korathi-vakhana-potana-sambhalava-chhe-sahu-ne-gamatum-ne-gamatumચારે કોરથી વખાણ પોતાના સાંભળવા છે સહુ ને ગમતું ને ગમતું
પણ એની કાજે આપવું પડતું બલિદાન, તો કોણ કરવા ચાહે છે
પ્રશંસાનો નાદ તો ચારે કોરથી સાંભળવો, છે અહંકાર ને તો પોષવો
જયજયકાર પોતાનો બોલાવવો છે, સહુની નજરમાં સમાવવું છે
પ્રભુની હાજરી ભૂલીને, પ્રભુ બનીને પૂજાવું છે
પણ છે અહંકાર જ્યાં, ત્યાં થાવું પ્રભુ એ કેમ શક્ય છે
બેઢંગા વર્તન ને વ્યવહાર કરીને, સ્વમાનના હાર તો પહેરવા છે
જમીન પર રહીને ચાલવું નથી જમીન પર, હવામાં ઉડતા રહેવું છે
વગર પાંખે ઉડવું હવામાં, એ તો કોના માટે શક્ય છે
ગુણસાગર તરીકે ઓળખાવવું છે, ને દોષ કરતા ને કરતા રહેવું છે
છીએ નહીં એવા બનવું છે, ના એના કાજે કાંઈ કરવું છે
ચારે કોરથી વખાણ પોતાના સાંભળવા છે સહુ ને ગમતું ને ગમતું