View Hymn (Bhajan)

Hymn No. 1658 | Date: 06-Aug-19961996-08-06છે બધું બસ મા રે તોય મારાથી ના કાંઈ થાય છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-badhum-basa-ma-re-toya-marathi-na-kami-thaya-chheછે બધું બસ મા રે તોય મારાથી ના કાંઈ થાય છે

છે આ કૃપા મારાં કર્મોની કે પછી આ મારા ખોટા ખ્યાલ છે

ગણું એને કસોટી તારી પ્રભુ કે પછી આ ભાગ્યના ખેલ છે

છે કાંઈક તો છે, છે શું ને શું નહીં, ના એ તો મને સમજાય છે

છે મારી પાસે પૂર્ણ શક્તિ તોય ઉપયોગ એનો ના થાય છે

નથી આવડતો કરતાં મને ઉપયોગ કે પછી કોઈ રોકે એને અવરોધે છે

હાથમાં મારા અંતે લાચારી ને બેબસી કેમ રહી જાય છે

જાણવું છે આ બધું મારે, જાણું કેમ એ ના મને સમજાય છે

મળ્યું આ જીવન મને એ શું મારી જીત છે કે હાર છે

ચાહું છું પ્રભુ તારી કૃપા, આ મૂંઝવણ હવે મારાથી ના સહન થાય છે

છે બધું બસ મા રે તોય મારાથી ના કાંઈ થાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

chē badhuṁ basa mā rē tōya mārāthī nā kāṁī thāya chē

chē ā kr̥pā mārāṁ karmōnī kē pachī ā mārā khōṭā khyāla chē

gaṇuṁ ēnē kasōṭī tārī prabhu kē pachī ā bhāgyanā khēla chē

chē kāṁīka tō chē, chē śuṁ nē śuṁ nahīṁ, nā ē tō manē samajāya chē

chē mārī pāsē pūrṇa śakti tōya upayōga ēnō nā thāya chē

nathī āvaḍatō karatāṁ manē upayōga kē pachī kōī rōkē ēnē avarōdhē chē

hāthamāṁ mārā aṁtē lācārī nē bēbasī kēma rahī jāya chē

jāṇavuṁ chē ā badhuṁ mārē, jāṇuṁ kēma ē nā manē samajāya chē

malyuṁ ā jīvana manē ē śuṁ mārī jīta chē kē hāra chē

cāhuṁ chuṁ prabhu tārī kr̥pā, ā mūṁjhavaṇa havē mārāthī nā sahana thāya chē
Explanation in English Increase Font Decrease Font

Everything is within control yet I am not able to do anything.

Is this the grace of my karma (actions) or are they wrong notions?

Should I consider this as your test Oh God, or are they the games of destiny?

There is something, what is there and not there, that I am not able to understand.

I have complete energy yet I am not able to utilise it.

Either I don’t know how to utilise it or else someone is stopping it in resistance.

In my hand why helplessness remains, I want to know that, how to know that I do not know.

This life which I have got, is it my victory or loss?

I seek your grace oh God, this confusion I am now not able to bear.