View Hymn (Bhajan)
Hymn No. 411 | Date: 13-Oct-19931993-10-131993-10-13છૂટે સંબંધ તો બધા આ જગના, તૂટે બધા રે રિશ્તાનાતાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chhute-sambandha-to-badha-a-jagana-tute-badha-re-rishtanataછૂટે સંબંધ તો બધા આ જગના, તૂટે બધા રે રિશ્તાનાતા
તારો ને મારો સંબંધ, પ્રભુ ના તૂટે, ના છૂટે છે, અતૂટ બંધન તો આપણા
છૂટે સાથ સગાસંબંધીના, તૂટે તાર મારા રે શ્વાસના
તોય તારો મારો સંબંધ, પ્રભુ ના એ તો તૂટે, ના એ તો છૂટે
સૂર્ય ઊગે દિવસના ફેલાવી પ્રકાશ, સાંજના એ તો ઢળી રે જાય
તારા રે પ્રેમથી પ્રભુ ના કદી અંધકાર છવાય, ચારેકોર પ્રકાશ ફેલાય
વરસે વરસાદ ધરતી પર તો, ક્યારે ને ક્યાં ના એ તો કહેવાય
તારા પ્રેમની ધારા, વરસે સદા રે હૈયા પર તો મારા
દીપકની ભલે જ્યોત બુઝાયે, ચાહે દિલની ધડકન બંધ થાય
આપણા આ અતૂટ સંબંધની, પ્રભુ ના કદી ગતિ રૂંધાય
છૂટે સંબંધ તો બધા આ જગના, તૂટે બધા રે રિશ્તાનાતા