View Hymn (Bhajan)
Hymn No. 412 | Date: 13-Oct-19931993-10-131993-10-13મનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=manamohaka-mukhadathi-tara-prabhu-sahuna-dila-tum-lobhavato-re-jayaમનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાય
નટખટ અદાઓથી રે તારી પ્રભુ, તું સહુને નચાવતો રે જાય
મલક મલક થાતું મુખડું પ્રભુ તારું, અમારા ભેદ ખોલતું રે જાય
વગર બોલે વગર કહે તું બધું, અમને કહેતો ને કરાવતો રે જાય
પરિસ્થિતિઓ ને પરિસ્થિતિ તો ઊભી કરે એવી, એમાં તું અમને પાડતો રે જાય
થઈએ જ્યારે ઊભા ત્યારે, આપી હાથ ચાલવાનું તું અમને શીખવી રે જાય
પ્રેમ પાઈને તારું દિલ અમારું, તું ઘાયલ કરતો રે જાય
કરી ઘાયલ અમને તારા પ્રેમ બાણથી, તું અમારી મસ્તી કરતો રે જાય
હૈયા પર તો અમારા, એવો કબજો જમાવી રે જાય
અમારું હોવા છતાં એ તો, તારા રે વશ થઈ જાય
મનમોહક મુખડાથી તારા પ્રભુ, સહુના દિલ તું લોભાવતો રે જાય