View Hymn (Bhajan)
Hymn No. 4828 | Date: 24-May-20192019-05-242019-05-24ધાર્યું ઘણીનું થાય છે, જીવ આ વાત ભૂલી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dharyum-ghaninum-thaya-chhe-jiva-a-vata-bhuli-jaya-chheધાર્યું ઘણીનું થાય છે, જીવ આ વાત ભૂલી જાય છે
કર્મમય જગતમાં કર્મ કરતાં કરતાં વર્ચસ્વ જમાવતો જાય છે
ભૂલી ઈશ્વરઇચ્છા, નિજ ઇચ્છા પાછળ ગુલતાન બની જાય છે
જ્યાં આવું થાય છે, ત્યાં જ તો દુઃખ-દર્દનો શિકાર બની જાય છે
પરમાર્થની વાત ભૂલીને, જ્યાં નિજ સ્વાર્થ જ સધાય છે
જીવનમાં ત્યાં ઉન્નતિ, દૂર ને દૂર રહી જાય છે
શુભ-અશુભના જ્યાં ભેદ થાય છે, ત્યાં દોષારોપણ થાય છે
ઇચ્છા એનીને જ્યાં મહત્ત્વ અપાય છે, ત્યાં શાંતિ સ્થપાય છે
બાકીનો જીવ શ્વાસે શ્વાસે તો, મરતો ને દમ તોડતો જાય છે
ધાર્યું ઘણીનું થાય છે, જીવ આ વાત ભૂલી જાય છે