View Hymn (Bhajan)
Hymn No. 4657 | Date: 28-Oct-20172017-10-282017-10-28ધાર્યું તો ધણીનું થયું છે ને થાતું આવ્યું છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dharyum-to-dhaninum-thayum-chhe-ne-thatum-avyum-chheધાર્યું તો ધણીનું થયું છે ને થાતું આવ્યું છે
મનુષ્ય તોય આશાના મિનારા ઊંચા બાંધતો આવ્યો છે
પળની જાણ નથી, તોય વર્ષાની તૈયારી કરતો આવ્યો છે
ચાહે છે હળવો થાવા, મુક્ત બનીને વિહરવા જીવનમાં
ઇચ્છાઓ ને આશાઓના બંધનથી, ખુદને બાંધતો આવ્યો છે
સુખ ને સમૃધ્દિની ચાહમાં, ભારી સદા બનતો રહ્યો છે
ખોટી આશા, ખોટા મનસૂબાને ખોટી ભ્રમણામાં ભટકતો રહ્યો છે
જાણવા છતાં ઈશ્વરને, એના દ્વાર સુધી ના પહોંચી શક્યો છે
સર્વ સામર્થ્યવાનના સામર્થની અંદર હોવા છતાં ભમતો રહ્યો છે
સ્વાર્થ સાધવાના તાણાવાણામાં, બધું તો એ ભૂલી ગયો છે
હૈયેથી હરિને ના પોકારી શક્યો છે, હૈયે ના એને વસાવી શક્યો છે
ભરોસે એના, ના એ રહી શક્યો છે, બધું એને ના સોંપી શક્યો છે
ધાર્યું તો ધણીનું થયું છે ને થાતું આવ્યું છે