View Hymn (Bhajan)
Hymn No. 4656 | Date: 21-Oct-20172017-10-212017-10-21દૂર ના રહ્યા તમે, અમે તમને દૂર ને દૂર રાખતા રહ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dura-na-rahya-tame-ame-tamane-dura-ne-dura-rakhata-rahyaદૂર ના રહ્યા તમે, અમે તમને દૂર ને દૂર રાખતા રહ્યા
વર્ષોની ગણતરી કરતા રહ્યા, ને તમને દૂર ને દૂર રાખતા રહ્યા
અંતરમાં તમને ના નિહાળી શક્યા, એકરૂપતા ના અનુભવી શક્યા
સંનિધ્ય પામ્યા તમારું, સાર્થક એને ના કરી શક્યા
મૂર્તિમાં તમને નિહાળ્યા, છબિમાં પૂજન તમારું કરતા રહ્યા
અંતરમાં, ભાવોમાં, વિચારોમાં જાગ્રત તમને ના કરી શક્યા
ના કર્યા દૂર તમે અમને, એમ જ તમને દૂર ને દૂર ગણતા રહ્યા
રહ્યા તમે સતત સાથે ને સાથે, એ સત્યને વીસરતા રહ્યા
બાંધી દીધા એક આકારમાં તમને, તમારા નિરાકાર સ્વરૂપને ના અનુભવી શક્યા
દૂર ના રહ્યા તમે, અમે તમને દૂર ને દૂર રાખતા રહ્યા