View Hymn (Bhajan)
Hymn No. 30 | Date: 24-Aug-19921992-08-241992-08-24દિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=divyata-tari-joi-prabhu-hum-to-harakhai-gai-reદિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રે
દિવ્ય શક્તિના દર્શન પછી પણ ન સમજી તારા સ્વરૂપને
સરખામણી ને સરખામણીમાં મેં ન મ્હાણી સુંદરતાને,
અહંરૂપી નાવમાં બેસી ને ડગુંમગું હું તો થાતી રહી,
સત્ય ઉપર શંકા લાવી, વિશ્વાસ વિનાની હું તો ફરતી રહી
દિવ્યતા તારી જોઈ પ્રભુ, હું તો હરખાઈ ગઈ રે