View Hymn (Bhajan)
Hymn No. 12 | Date: 20-Aug-19921992-08-201992-08-20દૂધમાં છુપાયેલા માખણને જેમ, નરી આંખે નિહાળી શકાતું નથી તેમSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dudhamam-chhupayela-makhanane-jema-nari-ankhe-nihali-shakatum-nathi-temaદૂધમાં છુપાયેલા માખણને જેમ, નરી આંખે નિહાળી શકાતું નથી તેમ,
શરીરમાં છુપાયેલા એક આત્માને, જોઈ નથી શકાતો
માખણને જ્યાં સુધી છૂટું ન પાડીએ ત્યાં સુધી,
એ પોતાનું રૂપ ધારણ કરતું નથી,
દૂધ ના તપેલામાં બે ટીપા છાશ નાખવાથી,
એક અલગ સ્વરૂપ જોવા મળે છે, એક અલગ દ્રવ્ય ઉત્પન્ન થાય છે,
તેમ અંતરઆત્માને જોવા માટે, શ્રદ્ધા રૂપી મેળવણના માત્ર બે ટીપાની જ જરૂર છે,
ભક્તિરૂપી શ્રદ્ધાના માત્ર બે ટીપાથી આંખુ જીવન દહીંની જેમ શીતળતાને વરે છે,
અને છાશ જેમ ચીકાશ રહિત બને છે, કષાયોથી મુક્ત થવાય છે
માખણમાંથી ઉત્પન થતું ઘી કેટલું સુગંધી અને ઠંડું હોય છે
એવું જ મહેકતું મારું જીવન પ્રભુ તું બનાવજે
દૂધમાં છુપાયેલા માખણને જેમ, નરી આંખે નિહાળી શકાતું નથી તેમ