View Hymn (Bhajan)
Hymn No. 231 | Date: 16-Jul-19931993-07-161993-07-16દુનિયા બનાવી તે તો ન્યારી, કરી દીધી કમાલ તે તો એક ક્ષણ એકમાં, પછી જોતો રહ્યો હાલ પળ પળના. બનાવી માણસનીવૃત્તિઓને તે પણ ન્યારીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=duniya-banavi-te-to-nyariદુનિયા બનાવી તે તો ન્યારી, કરી દીધી કમાલ તે તો એક ક્ષણ એકમાં, પછી જોતો રહ્યો હાલ પળ પળના. બનાવી માણસનીવૃત્તિઓને તે પણ ન્યારી,
કેવી કેવી વૃત્તિઓ તે તો જગાડી જીવનમાં,
વેર નફરતની જ્યોત જલાવી જીવનમાં,
પ્રેમ શાંતિ તો હણાઈ.
વૃત્તિઓનો છે ખેલ, છે ખેલ વૃત્તિઓનો ન્યારો,
લાગે ક્યારેક બહુ પ્યારો,
લાગે ક્યારેક બહુ કડવો.
જીવનમાં નચાવે છે સહુને એ તો,
બંધાયેલા છે દરેક માનવ તો એના તાંતણાથી,
ક્યારે જાગે કઈ વૃત્તિ, ના એ તો કહેવાય,
ક્યારેક વેર તો ક્યારેક પ્રેમ જાગી જાય,
ના હોય કોઈ દુશ્મન પણ, મારવાનું મન એને થઈ જાય,
જીવનમાં ખેલ તો આપણી પાસે ખેલાવતો જાય,
બાંધી બંધનમાં નચાવતો ને નચાવતો જાય,
કરું છું કોશિશ આ બંધન તોડવા,
પણ તૂટે જ્યાં એક, નવા તૈયાર થઈ જાય,
ઘેરાયેલી મારી આંખોમાં મુક્તતાનું એ સપનું,
અધૂરું ને અધૂરું રહી જાય.
દુનિયા બનાવી તે તો ન્યારી, કરી દીધી કમાલ તે તો એક ક્ષણ એકમાં, પછી જોતો રહ્યો હાલ પળ પળના. બનાવી માણસનીવૃત્તિઓને તે પણ ન્યારી