View Hymn (Bhajan)
Hymn No. 2418 | Date: 11-May-19981998-05-111998-05-11દુનિયાના દસ્તુરો પર ના કરજે તું જાજા વિચાર, એ તો નથી બદલાવાનાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=duniyana-dasturo-para-na-karaje-tum-jaja-vichara-e-to-nathi-badalavanaદુનિયાના દસ્તુરો પર ના કરજે તું જાજા વિચાર, એ તો નથી બદલાવાના
ચાલતા આવ્યા છે એ તો વર્ષોથી, ને કાયમ એ તો ચાલવાના
તારી પસંદ ના પસંદ પર નથી એની કાંઈ આધાર, એ તો એમને એમ ચાલવાના
ના ગમે તને જો કોઈ દસ્તુર તો, ખુદને ના એમાં તું સામેલ થવા દેજે
નથી વસની વાત જે તારી, એ વાત પર દુઃખી થવાથી, નથી કાંઈ હાસિલ થવાનું છે
વિચિત્રતા ને વિચિત્રતાભરી છે આ દુનિયામાં, વિચિત્રતાભર્યા વ્યવહાર કાયમ રહેવાના
બદલાશે બધું જીવનમાં તારા, જ્યાં ખુદના વ્યવહાર ને વર્તન બદલાવાના
બાકી રાખજેના દુનિયા પર કોઈ અપેક્ષાઓ, કે અંતે તો છે એમાં ધોખા ખાવાના
ખુદ જ નથી રહી શક્તા ખુદને વફાદાર, તો ત્યાં શું ફાયદા અન્ય પર દોષ નાખવાના
કરજે જીવનમાં તને જે પામવું હોય, એનો વિચાર ના કરજે, ખોટા વિચાર નથી તને કાંઈ આપવાના
દુનિયાના દસ્તુરો પર ના કરજે તું જાજા વિચાર, એ તો નથી બદલાવાના