View Hymn (Bhajan)
Hymn No. 2409 | Date: 21-Apr-19981998-04-211998-04-21તારો વિશ્વાસ તને શાંતિ આપશે, તારો વિશ્વાસ તને આરામ આપશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=taro-vishvasa-tane-shanti-apashe-taro-vishvasa-tane-arama-apasheતારો વિશ્વાસ તને શાંતિ આપશે, તારો વિશ્વાસ તને આરામ આપશે
જે નહીં આપી શકે તને કાંઈ એ બધું તને, તારો વિશ્વાસ આપશે
તારો વિશ્વાસ તને જીવનમાં, સાચા સુખનો અનુભવ કરાવશે
જીવનની હર એક ડગર પર, આપશે તને સાથ ના એ તને છોડશે
વિશ્વાસ તારો તને પ્રગતિની રાહે, આગળ ને આગળ વધારશે
નાકાબીલ ને કમજોરી તારી, તારો વિશ્વાસ તો ભગાડશે
તારો વિશ્વાસ તને જીવનમાં, આનંદનો અનુભવ કરાવશે
તારો ને તારો વિશ્વાસ, પ્રભુ સંગ નજદીક્તા આપશે
તારો વિશ્વાસ તને મુક્તિ અપાવશે, તારો વિશ્વાસ તને શક્તિ આપશે
કરી યારી તું તારા ને તારા વિશ્વાસની, સંગ જીવનમાં બધુ એ તને આપશે
તારો વિશ્વાસ તને શાંતિ આપશે, તારો વિશ્વાસ તને આરામ આપશે