View Hymn (Bhajan)
Hymn No. 3210 | Date: 30-Jan-19991999-01-301999-01-30એકવાર જરા, એકવાર કરી લે જીવનમાં તું તો વિચારSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ekavara-jara-ekavara-kari-le-jivanamam-tum-to-vicharaએકવાર જરા, એકવાર કરી લે જીવનમાં તું તો વિચાર
જીવે છે જીવન તું તો અહીંયા, જીવનમાં તો તારો કોણ છે આધાર
જીવી રહ્યો છે તું જીવન, લીધા છે તે શ્વાસો અપાર
કર જીવનમાં તું એ વિચાર, તારા શ્વાસોનો છે કોણ આપનાર
રંગરૂપથી સજેલો તારો દેહ જોઈને, કર જીવનમાં તું વિચાર
તારા દેહને ઘડનાર કોણ છે એ શિલ્પકાર, એકવાર જરા એકવાર…
હૈયે તારા પ્યાર ભર્યો, ચાહે તું જીવનમાં પ્યાર પામવા સદાય
કર જીવનમાં તું જરા એ વિચાર, કોણ છે તારામાં પ્રાણ પૂરનાર, એકવાર …
આવ્યો જીવનમાં તું ધરી મનુષ્ય દેહ, તો કર તું વિચાર
કે આવ્યો છે આખર તું અહીંયા, તો કરવાનું છે શું તારે કાર્ય
એકવાર જરા, એકવાર કરી લે જીવનમાં તું તો વિચાર