View Hymn (Bhajan)

Hymn No. 3211 | Date: 01-Feb-19991999-02-01વિશ્વાસ આ તે કેવો વિશ્વાસ છે, કે આજ મન અમારું ઉદાસ છેhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasa-a-te-kevo-vishvasa-chhe-ke-aja-mana-amarum-udasa-chheવિશ્વાસ આ તે કેવો વિશ્વાસ છે, કે આજ મન અમારું ઉદાસ છે

વિશ્વાસ આ તે કેવો છે, કે આજ દિલ અમારું નિરાશ છે

વિશ્વાસ છે જ્યાં ત્યાં ના રહે ઉદાસીનતા ને નિરાશા, આ સાચી વાત છે

તોય હૈયામાં અમારા આજ તો, ખૂબ અજીબ ઝઝબાત છે

કરી સમજવાની કોશિશ ઘણી, પણ ના કાંઈ સમજાય છે

કહીએ અમે એક તરફ છીએ, વિશ્વાસના પૂજારી, તો બીજી ઓર આવી હાલત છે

સમજી ગયા અમે, સમજી ગયા પ્રભુ કે હજી હૈયે મતલબનો વાસ છે

અખંડ જ્યોત નથી જલતી હૈયે, હજી તો ક્ષણ ક્ષણના જગારાની વાત છે

પળમાં ખુશ થઈ અને પળમાં નારાજ, એવા અમારા વર્તાવ છે

શ્વાસે શ્વાસે અવિશ્વાસમાં બદલાતો એવો અમારો વિશ્વાસ છે

વિશ્વાસ આ તે કેવો વિશ્વાસ છે, કે આજ મન અમારું ઉદાસ છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

viśvāsa ā tē kēvō viśvāsa chē, kē āja mana amāruṁ udāsa chē

viśvāsa ā tē kēvō chē, kē āja dila amāruṁ nirāśa chē

viśvāsa chē jyāṁ tyāṁ nā rahē udāsīnatā nē nirāśā, ā sācī vāta chē

tōya haiyāmāṁ amārā āja tō, khūba ajība jhajhabāta chē

karī samajavānī kōśiśa ghaṇī, paṇa nā kāṁī samajāya chē

kahīē amē ēka tarapha chīē, viśvāsanā pūjārī, tō bījī ōra āvī hālata chē

samajī gayā amē, samajī gayā prabhu kē hajī haiyē matalabanō vāsa chē

akhaṁḍa jyōta nathī jalatī haiyē, hajī tō kṣaṇa kṣaṇanā jagārānī vāta chē

palamāṁ khuśa thaī anē palamāṁ nārāja, ēvā amārā vartāva chē

śvāsē śvāsē aviśvāsamāṁ badalātō ēvō amārō viśvāsa chē