View Hymn (Bhajan)
Hymn No. 338 | Date: 04-Sep-19931993-09-041993-09-04ઘા સહેવા તનના સહેલા રે બનશે, હૈયાના ઘા સહેવા અઘરા રે બનશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=gha-saheva-tanana-sahela-re-banashe-haiyana-gha-saheva-aghara-re-banasheઘા સહેવા તનના સહેલા રે બનશે, હૈયાના ઘા સહેવા અઘરા રે બનશે
તિરાડ પડેલા હૈયાને જોડવું સહેલું રે બનશે, તૂટેલા હૈયાને જોડવું અઘરું રે બનશે
પ્રેમ ભરેલા હૈયાને શાંત પાડવું સહેલું રે બનશે, અહમ ભરેલા હૈયાને શાંત પાડવું અઘરું રે બનશે
લાલસા જગાવવી હૈયામાં સહેલી રે બનશે, જગાવવા નિસ્વાર્થ ભાવો હૈયામાં અઘરા રે બનશે
બાજી જીતવી સહેલી રે બનશે, જીતવા દિલ કોઈના રે જીવનમાં અઘરા રે બનશે
ચાલવું રસ્તા પર સહેલું રે બનશે, ચડવી ડુંગરની ધાર અઘરી રે બનશે
જોવાના દોષ બીજામાં સહેલા રે બનશે, જોવાના ગુણ અઘરા રે બનશે
પચાવવું અમૃત તને રે જીવનમાં સહેલું રે બનશે, ઝેર પચાવવું અઘરું રે બનશે
ખાવો માર ભાગ્યનો સહેલો રે બનશે, કોઈનો તમાચો ખાવો પોતાના ગાલ પર અઘરો રે બનશે.
ડરી ડરીને જીવવું જીવનમાં સહેલું રે બનશે, કરવો હિંમતથી સામનો અઘરો રે બનશે.
ઘા સહેવા તનના સહેલા રે બનશે, હૈયાના ઘા સહેવા અઘરા રે બનશે