View Hymn (Bhajan)
Hymn No. 337 | Date: 03-Sep-19931993-09-031993-09-03કરી કૃપા પધારો સ્વામી તમે દર્શન દેવા, પધારો તમે દર્શન દેવાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kari-kripa-padharo-svami-tame-darshana-deva-padharo-tame-darshana-devaકરી કૃપા પધારો સ્વામી તમે દર્શન દેવા, પધારો તમે દર્શન દેવા
તારા દર્શન તો છે પ્રભુ સુખકર્તા ને દુઃખને હર્તા
સૂનુ સૂનુ લાગે પ્રભુ તુજ બીન, લાગે મને બધું અણગમતું,
કૃપા કરો પ્રભુ, કૃપા કરો ઓ દેવ મારા, આપી તમારી દાસીને દર્શન
ના કોઈ મને ગમે પ્રભુ એક તારા વિણ, ના બીજું કાંઈ મને ગમતું
કરી કૃપા પ્રભુ હટાવી લે પરદો, તારી-મારી વચ્ચે જે પરદો છે, હટાવી લે એને તું
છે પાસે તોય તને જોઈ ના શકું હું, રહે અંતરમાં તોય લાગે સૂનુ સૂનુ
પ્રભુ પરદો હટાવી આંખની સામે આવી જા, તું દર્શન તારા દઈ મને પાવન કરી જા તું,
સ્વીકારવું છે પ્રભુ શરણું તારું, મને તારા શરણમાં તું તો લઈ લે પ્રભુ,
જાણીને એક બાળા તારી, મને તારા ખોળામાં તું લઈ લે પ્રભુ
કરી કૃપા પધારો સ્વામી તમે દર્શન દેવા, પધારો તમે દર્શન દેવા