View Hymn (Bhajan)
Hymn No. 2792 | Date: 30-Sep-19981998-09-301998-09-30હૈયામાં જાગે છે એવી વૃત્તિઓ, જે કહેતા પણ ખચકાઈ જવાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-jage-chhe-evi-vrittio-je-kaheta-pana-khachakai-javaya-chheહૈયામાં જાગે છે એવી વૃત્તિઓ, જે કહેતા પણ ખચકાઈ જવાય છે
તારું આપેલું તને આપતા, દિલ અમારું ખચકાય છે
પ્રભુ કરીએ છીએ વર્તન અમે ક્યારેક એવું, જે ખુદ અમારાથી ના સહેવાય છે
હૈયાની સંકુચિતતામાં અમે આખેઆખા ખોવાઈ જઈએ છે
નથી કરવાનો જ્યાં હિસાબ, ત્યાં હિસાબ અમે કરીએ છીએ
પ્રભુ નાની નાની વૃત્તિને, નાના નાના ભાવોમાં ખૂબ મૂંઝાઈએ છીએ
જાગે મોહ સંપત્તિ નો, તો કંજૂસી કરતા અમે ના અચકાઈએ છે
કહેવી શું દિલની વાતને, પ્રભુ કે તારાથી ક્યાંય કાંઈ છૂપું રખાય છે
પણ ના રહે ભાવો દિલમાં આવા સંકુચિત, પ્રાર્થના એ કરીએ છીએ
આપવાવાળો ને સાચવાવાળો છે તું જ્યાં, ત્યાં દિલ અમારું શાને ખંચકાય છે
પ્રભુ છોડીને તારા પર જીવવાની કરી કોશિશો, પણ ના એ જીવાય છે
હૈયામાં જાગે છે એવી વૃત્તિઓ, જે કહેતા પણ ખચકાઈ જવાય છે