View Hymn (Bhajan)
Hymn No. 2807 | Date: 04-Oct-19981998-10-041998-10-04શિખ્યા છીએ જીવનમાં અમે ફરિયાદ કરવાનું, બીજું કાંઈ શિખ્યા નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=shikhya-chhie-jivanamam-ame-phariyada-karavanum-bijum-kami-shikhya-nathiશિખ્યા છીએ જીવનમાં અમે ફરિયાદ કરવાનું, બીજું કાંઈ શિખ્યા નથી
ક્યાંથી આવડે અમને બીજું કાંઈ કે અમે બીજું કાંઈ શિખ્યા નથી
કરીએ ફરિયાદ ક્યારેક પ્રભુ તને, ક્યારેક અન્યને, જીવ અમારો ભરાતો નથી
હવે તો પડી ગઈ છે આદત એવી, કે ફરિયાદ અમને તો ફરિયાદ લાગતી નથી
મળે અગર અમને કોઈ પણ, તો ફરિયાદ કરવાનું અમે ભૂલતા નથી
અગર ના મળે અમને કોઈ બીજું, તો મન ને દિલ આગળ ચૂપ અમે રહેતા નથી
કરીએ ફરિયાદ મન ને ઘણી, પણ મન અમારું હવે સાંભળતું નથી
કરીએ ફરિયાદ અમે દિલને ઘણી, પણ અસર એની કાંઈ એના પર થાતી નથી
ટેવાઈ ગયા છે એવા હવે કે, મારા ઘાની અસર એના પર કાંઈ થાતી નથી
ફરિયાદ કરવા આવું પ્રભુ, તારી યાદ એમને એમ આવતી નથી
શિખ્યા છીએ જીવનમાં અમે ફરિયાદ કરવાનું, બીજું કાંઈ શિખ્યા નથી